મુક્તિ - ભાગ 9

(15)
  • 1.2k
  • 1
  • 730

૯ પ્રેતનું ચક્કર    ગેસ્ટ રૂમના દરવાજા પર ટકોરા પડ્યા. ત્રિલોક વર્તમાનમાં પાછો ફર્યો. ટકોરાનો અવાજ સાંભળીને એ ચમક્યો.  ‘યસ... કમ ઇન...’ એણે પીઠ ફેરવીને દરવાજા સામે જોતાં ઊંચા અવાજે કહ્યું. વળતી જ પળે દરવાજો ઉઘાડીને ગજાનન અંદર પ્રવેશ્યો.  ‘એકલો જ આવ્યો છો? દિલાવર ક્યાં છે?’ ત્રિલોકે પૂછ્યું. ‘પોતાના બંગલામાં, સવારથી જ શરાબ પીએ છે અને અત્યારે ચકચૂર હાલતમાં પડ્યો છે.’ ગજાનન બાલ્કનીમાં પાથરેલી ખુરશી પર બેસતાં બોલ્યો, ‘ધરપકડ પછીથી એની હાલત ખરાબ છે. કાં તો એ ભાનમાં નથી રહેતો અને રહે છે તો જાણે પોલીસ ફરીથી ધરપકડ કરવા આવશે એવા ભયથી ગભરાયેલો રહે છે.’ ‘હા, ગજાનન! આપણી સાથે આ