મુક્તિ - ભાગ 8

(15)
  • 2.6k
  • 1
  • 1.6k

૮ ચોરમાં મોર    અજયગઢ! બંદર રોડ સ્થિત સાગર હોટલના ગેસ્ટ રૂમની બાલ્કનીમાં ઊભેલો ત્રિલોક અત્યારે સામે દેખાતા સમુદ્ર સામે તાકી રહ્યો હતો. એણે શાનદાર સૂટ પહેર્યો હતો. અત્યારે એનો દેખાવ જોઇને આ માણસ એક-દોઢ વર્ષ પહેલા વિશાળગઢના સ્લમ વિસ્તારમાં મામૂલી હેસિયત ધરાવતો ગુંડો હતો એવું કોઈ જ કહી શકે તેમ ન હતું. એના દેખાવમાં ઘણું પરિવર્તન આવી ગયું હતું. માત્ર એનામાં જ નહીં, ગજાનન અને દિલાવરમાં પણ ઘણા પરિવર્તનો આવી ગયા હતા. ત્રણેય ભણેલાંગણેલાં હોવાથી ઊંચું જીવન જીવવાની પદ્ધતિ અપનાવતાં તેમને બહુ વાર નહોતી લાગી. ત્રિલોક સમુદ્રના ઉછળતાં મોજાં પર પડતાં સૂર્યના કિરણો સામે તાકી રહેતાં પોતાના ભૂતકાળ વિશે