દરિયા નું મીઠું પાણી - 23 - એકલી માતા

  • 1.4k
  • 568

બોર્ડવૉકની બેન્ચ પર બેસીને સુલુબહેન શીંગ ખાતા, થોડું પારેવડાઓને ખવડાવતાં વિચારમગ્ન થઈ ગયા. સેંકડો માનવીની હાજરી અને અવર જવર એમને સ્પર્શતી નહોતી. આવતી કાલે શ્રીકાંત અને શ્રધ્ધા આવશે ત્યારે શું નિર્ણય જણાવીશ…વિચારધારાએ ભૂતકાળમાં ઊંડી ડુબકી મારી.સુલુબહેન એટલે સુલોચના શાહ. એક જાજરમાન વ્યક્તિત્વ. લગભગ ત્રણ વર્ષ પહેલા જ છાંસઠ વર્ષની ઉંમરે જાણીતી ‘લૉ ફર્મ’માંથી રિટાયર્ડ થયા હતાં.સુલુબહેન ત્રેવીસ વર્ષની ઉંમરે લગ્ન કરીને અમેરિકા આવ્યા હતાં. પ્રેમાળ પતિ શૈલેષકુમાર ફાર્માસ્યુટીકલ કંપનીમાં કેમિકલ એન્જીનિયર હતા. સુંદર નાના એપાર્ટમેન્ટમાં દાંપત્ય જીવનનો સુવર્ણકાળ હિંડોળા લેતો હતો. સુખદ દાંપત્યજીવનના પરિપાક રૂપે કાલાઘેલા શ્રીકાંતનો જન્મ થયો. સુલુબહેને પ્રભુનો પાડ માન્યો. ‘હે પ્રભુ ! હું ખૂબ જ સુખી