છપ્પર પગી ( પ્રકરણ -૬૯ ) ——————————બધા સુવા જઈ રહ્યા હતા એ વખતે પ્રવિણે બલવંતસિંહ ને રોકી ને કહ્યું, ‘ ભાઈ ઈશ્વર ખૂબ દયાળુ છે. કોઈને કોઈપણ રીતે કોઈપણ સ્વરૂપે આપણી મદદ માટે મોકલી જ આપતો હોય છે. અમારી જીંદગીમાં પણ અમને બન્ને ને એકબીજાના પૂરક બનાવીને મોકલી આપ્યા હતા. આજે તમને પણ મોકલી આપ્યા..!’ ‘ કેમ મને ? સમજાયુ નહી.’‘લક્ષ્મી તરફથી કોઈ જ એવો પરીવાર ન હતો જ્યાં એ સુખદુખની વાત કરી શકે કે પોતાનુ હૈયું ઠાલવી શકે.. આજે એ કમી હતી એ પણ પુરી થઈ ગઈ…અને મારે પણ…!’‘તમારે પણ ? એ ન સમજાયુ ?’‘હા.. મારે પણ. કેમ કે