એક હતા વકીલ - ભાગ 6

  • 1.5k
  • 768

"એક હતા વકીલ"(ભાગ-૬)રમા બહેન ટેલિફોન ની ડાયરી બાબતે પૂછે છે.વકીલ ચંદ્રકાંત:-' પણ તારે એ ડાયરી કેમ જોઈએ છે? કોઈને ફોન કરવો છે? કે પછી તારી સખી સાથે વાતચીત કરવી છે?'રમા બહેન હસી પડ્યા.બોલ્યા:-' તમને બહુ ચિંતા થાય છે તો ટેલિફોન ડાયરી આપો.તમે દર વખતે ક્યાં મુકી દો છો એ ખબર પડતી નથી. આ ડાયરીમાં કંઈ રહસ્ય છે? કોઈ ખૂબસૂરત ક્લાયન્ટનો નંબર તો નથી ને! આજકાલ કંઈ ખબર પડે નહીં કોણ ક્યાં શું કરે છે? ને મારે મારી રીતે કોઈને ફોન કરવો હોય તો પણ તમને પૂછવાનો?'વકીલ ચંદ્રકાંત:-'ના..ના.. તને કોણે રોકી છે. તું તારી મરજીની રાણી છું.તારે પણ કોઈ ખાનગી વાતો