જટાશંકર, જૂનાગઢ ટ્રેકિંગ

  • 2.6k
  • 1k

જટાશંકર, જૂનાગઢ. આ સ્થળ વનરાજી વચ્ચે, હજી સુધી તો લીલાં છમ્મ જંગલ વચ્ચે આવેલું છે. ગિરનાર રોપ વે ની એન્ટ્રી ની બાજુમાંથી જ રસ્તો જાય છે. અન્ય મિત્રો સાથે નરસિંહ ધામ, જૂનાગઢ ડિસેમ્બર ના અંતમાં ગયેલો. ત્રીજે અને છેલ્લે દિવસે સવારે એક મિત્રએ સૂચવ્યું કે આ સ્થળ ખૂબ રમણીય છે અને શહેરની ખૂબ નજીક હોવા છતાં જંગલમાંથી ટ્રેકિંગ નો અનુભવ કરાવશે. હું તો શ્રીમતી સાથે તળેટીમાં રોપ વે શરૂ થાય છે ત્યાં કોઈ કપડાંના શો રૂમમાં ગયેલો. ત્યાં ખરીદી કરતાં એને પૂછ્યું કે જટાશંકર ક્યાં? એ કહે બસ આ પગથીયું ઉતરી ચાલવા માંડો, દોઢ કિમી. જ છે. થોડું ચડવાનું જરૂર