મેઘના - 4

  • 2.4k
  • 1.3k

સ્ટેશન પર પહોંચતા રાઘવે જોયું તો સાડા નવ થઈ રહ્યા હતા,વરસાદને લીધે આજે વેહલી સવારથી જ બધી ટ્રેન અને બસ ઉપરથી બંધ કરી દેવામાં આવી હતી,માત્ર ૩૦ Km ની અંદર ચાલતી એકાદ બે local train સિવાય કોઈ ટ્રેન ચાલતી ન હતી તેથી સ્ટેશન પર લોકોની અવજવર ઓછી હતી.રાઘવે દૂર નજર ફેરવી તો કિશન એક બાંકડા ઉપર ગજુભા સાથે બેઠો હતો ગજુભા નું આખું નામ ગજેન્દ્રસિંહ હતું તેમની ઉંમર ૭૦ વર્ષ હતી પણ આ ઉંમરે સારી કદ કાઠી અને શરીર ધરાવતા હોવાથી બધા તેમને ગજુભા કહેતા હતા ગજુભા મોટેભાગે રાત્રે અહીં જ બેસતા હોવાથી રાઘવની પણ એમની સાથે સારી એવી ઓળખાણ