ઠંડા કલેજે

  • 2k
  • 888

એ દિવસે તો હું એકેશનું વતૅન જોઈને જ ચોંકી ગઈ જે દિવસે તે મારો પીછો કરતાં કરતાં મારી પાછળ રાજસ્થાનનાં એ રિસોટૅમાં આવી ગયો હતો.જ્યાં હું ને મારો ઓફિસ સ્ટાફ રોકાયા હતા. ઓફિસની ટ્રીપ હોવાથી ફેમિલી સાથે આવી ના શકે એ નિયમ હોવાથી હું એકલી જ આવી હતી. જોડે કામ કરતી બધી જ બહેનપણીઓ સાથે હોવાથી મને કોઈ ખાસ ડર ન હતો. પરંતુ અચાનક રિસોટૅની લોબીમાંથી એકેશને મેં રિસોટૅની અંદર આવતાં જોયો અને મારા ધબકારા વધી ગયા. એની શંકાનું કોઈ સમાધાન ન હતું. લગ્નજીવનનાં દસ વષૅ પછી પણ મારા ચરિત્ર પર શંકાની સોય હંમેશા લટકતી રહેતી. દસ વષૅ સુધી એનું