અગ્નિસંસ્કાર - 40

  • 2.5k
  • 1
  • 1.7k

" હું આજ રાતે જ ગામ છોડીને ચાલ્યો જાવ છું..." બલરાજે પોતાનો અંતિમ નિર્ણય સંભળાવ્યો." પણ પોલીસને ખબર પડશે કે તમે ભાગી ગયા તો...?" બલરાજનો આદમી બોલ્યો." પોલીસને જણાવશે કોણ? હું અચાનક ગાયબ થઈ જઈશ તો પોલીસ એવું જ સમજશે કે ક્રિમીનલે મને કીડનાપ કરી લીધો છે...અને હું ક્રિમીનલથી પણ બચી જઈશ અને પોલીસથી પણ..." બલરાજ ખુદના બનાવેલા પ્લાનથી ખુશ થતો બોલ્યો.રાતના બે વાગ્યે જ્યારે ગામમાં પરમ શાંતિ છવાઈ હતી. ત્યારે બલરાજ પોતાની જીપ લઈને જંગલના રસ્તે જવા નીકળી ગયો. બલરાજે અંતિમ વખત મુલાકાત એના આદમી સાથે જ કરી હતી. ગાડી જંગલના કાચા રસ્તે ચલાવતા બલરાજ ખુશ થતો બોલ્યો. "