મેઘના - 2

  • 2.3k
  • 1.3k

નિલેશે બહુ જોર લગાડ્યું,ખૂબ મેહનત કરી પરંતુ તેનો પગ નીકળતો ન હતો જાણે કોઈએ તેનો પગ જકડી રાખ્યો હોય તેવું લાગતું હતું.સામેથી આવતી ટ્રેનની કંપારી રેલ્વે ટ્રેક થકી તે પોતાના શરીર પર અનુભવ કરી શકતો હતો,ટ્રેન હવે નિલેશની પાસે પહોંચી ગઈ હતી અને આ સાથે નિલેશે પણ પોતાનું મોત સ્વીકારી લીધું હતું પણ અચાનક એક.સ્ત્રી દોડીને નિલેશ પાસે પહોંચી અને તેના પગ વડે જોરથી આંચકો આપતાં નિલેશનો પગ મુક્ત થઈ ગયો અને આ સાથે તે બંને રેલ્વે ટ્રેકની ડાબી તરફ જઈ પડ્યા.ટ્રેન સડસડાટ કરતી બંનેની પાસેથી પસાર થઈ ગઈ અને નિલેશ આંખો મિચ્યાં વિના સ્તબ્ધ થઈ એ જ જોતો રહ્યો