દરિયા નું મીઠું પાણી - 21 - વહુ દિકરી

  • 1.7k
  • 692

દર્શન એટલે માવતરને દેવ માનતો સંસ્કારી પુત્ર.ક્યારેય એવું નહીં બન્યું હોય કે,એણે માબાપનું પાયલાગણ કર્યા વગર ઘરની બહાર પગ મુક્યો હોય.આ સંસ્કાર એ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો એ વખતથી જ કેળવાયેલ. ગામડા ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી જ 'માબાપને દેવ માન' વાક્ય દર્શનના હ્રદયમાં જડાઈ ગયેલું,બાકી તો એના બાપુજી અમરતભાઈ મજૂરી કરીને પેટીયું રળતા પાંચ ચોપડી ભણેલા સાવ સીધાસાદા માનવી.આખોદા'ડો કાળી મજૂરી કરીને થાકીને લોથપોથ થઈ જતા અમરતભાઈ પાસે દીકરામાં સંસ્કારનાં બીજ રોપવાનો ક્યાં સમય હતો?માતા જશીબેન બિચારાં ગામમાં ગાભાનાં ગોદડાં ભરવામાં અને બીજાં ઘરકામમાંથી આખો દા'ડો ઉંચાં આવતાં નહોતાં.એમને તો દીકરો ભણીગણીને આગળ વધે એટલો જ જીવન