કમલી - ભાગ 4

  • 2.1k
  • 1.2k

(તમે આગળ જોયું તેમ સુરેશ રેવાચંદશેઠનો એકનો એક દીકરો છે. અને મુંબઈમાં રહેતા થોડો ઘણો અંગ્રેજ બની ગયો છે. પાનાચંદ અને ફકીરચંદ શેઠ ને ખબર પડે છે એટલે તેને પાછો મોડાસા બોલાવવાની તૈયારીઓ ચાલી રહી છે.. ) હવે વાંચો આગળ.... આવો આવો પંડિતજી... ફકીરચંદ, પાનાચંદ અને રેવાબેને પંડિતને આવકાર આપીનેે બેસાડયા... પંડીતજીએ જયકૃષ્ણ એમ અભિવાદન કરી પોતાની બેઠક જમાવી...સાવિત્રી, પંડિતજી આવ્યા છે ચા-પાણીની વ્યવસ્થા કરો. ઉત્સાહ સાથે રેવાબેને કહ્યું.. ઍટલે લતા- રાકેશ તથા સુરેશ- મીનાની જન્મપત્રી લઈને સવિત્રીબેન આવ્યા.. પાછળ ઘરની નોકરાણી ચા નાસ્તો મૂકી ગઈ...પંડિતજી હવે બંને સંતાનોના લગ્ન માટે સારામાં સારું મુહૂર્ત કાઢી આપો. રેવાબેને કહ્યું.. એટલે પંડિતજીએ