વાર્તા:- મુગ્ધારચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆજે પંદર વર્ષ ઉપર થઈ ગયા હશે, પણ મુગ્ધા હજુ પણ દરવાજે એક વાર નજર નાંખવાનું ચૂકતી નથી. હજુ પણ એને ઊંડે ઊંડે વિશ્વાસ છે કે ઘરેથી કોઈક તો આવશે ને એને લઈ જશે. મુગ્ધા જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે એની માતાનું યોગ્ય સારવારના અભાવે માંદગીના કારણે મૃત્યુ થયું હતું. આર્થિક સ્થિતિ આમ પણ નબળી હતી, તેમાં પાછું એનાં પિતા દારૂડિયા. આખો દિવસ દારૂ પીને ઘરમાં પડી રહે. ક્યાંક મજૂરીનું કામ મળે તો કરે, પણ મળેલા પૈસાનું દારૂ જ પી જાય. ઘરમાં કોઈ જાતની આર્થિક મદદ નહીં. કામ નહીં મળે ત્યારે પોતાની પત્નીને મારઝૂડ કરીને