બે વર્ષ પહેલા લક્ષ્મી એ લાગણીમાં તણાઈને અંશને એના જન્મ સમયની ઘટના કહી દીધી હતી. કે કઈ રીતે એમના જુડવા ભાઈને નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. બલરાજ, ચંદ્રશેખર અને અમરજીત સિંહે જે પીડાઓ લક્ષ્મી અને જિતેન્દ્રને આપી હતી એ બધી કહાની લક્ષ્મી એક પછી એક અંશને કહેવા લાગી. પોતાના કહેવાતા સબંધીઓનો અસલી ચહેરો જાણીને અંશને ખૂબ ગુસ્સો આવ્યો. બદલાની આગ ભીતર ભડકી ઉઠી. પરંતુ જ્યારે લક્ષ્મી એ પિતાના મૃત્યુની હકીકત જણાવી ત્યારે અંશ પૂરી રીતે હારી ગયો હતો. જિતેન્દ્ર એ પોતાના સગા સબંધીઓથી હારીને પોતાનો જીવ લીધો હતો. આ હકીકત અંશ સહન ન કરી શક્યો અને આંસુ છુપાવતા એ નદીના