મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 20

  • 1.6k
  • 656

પ્રકરણ ૨૦કવિતા હજી બોલતી હતી, " એમ જોઈએ તો પરમ આ મારી ખાલીપો ભરવાની કોશિશ માત્ર હતી. પણ હું પોતાને સંભાળી ન શકી.""આ ખાલીપો શબ્દ સોશિયલ મીડિયા પર બહુ પ્રચલિત શબ્દ છે. ઘડી ઘડી નજરમાં આવતાં આ શબ્દએ જબરજસ્તીનો ખાલીપો ઉજાગર કરી નાખ્યો છે! અને તમારાં જેવા મન અને લાગણીઓ લઈને નીકળી પડે છે, એની હરાજીમાં હાજરી પુરાવવા…" પરમનો ગુસ્સો હવે બરોબર ભડક્યો હતો."અમારાં જેવા એટલે શું પરમ? બોલો બોલો""તમારાં જેવા એટલે વધારે પડતાં સંવેદના સભર લોકો જે અમુક સમય પૂરતો સારાં નરસાંનો ભેદ ભૂલી જાય છે. પોતાની વ્યક્તિગત નૈતિકતા અને ઘર તરફની જવાબદારીઓ નેવે મૂકી દે છે. બહુ આઘાત