પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 7

  • 3.2k
  • 1.4k

મનીષા .. મનીષા એક અભિનેત્રી હતી એક કલાકાર હતી. જીવન એક ઉત્સવ હતું એના માટે .. કરિયર ની શરૂઆત નાના મોટા રોલ થી કરી. મેઈન કલાકારો ની બહેન અથવા વિલન ની ગર્લ ફ્રેન્ડ. મન ની મુક્ત અને સેક્સી સીન ભજવવાનો અને નિભાવવાનો કોઈ છોછ નહિ, એટલે પેટ માટે બી ગ્રેડ ફિલ્મો માં સેક્સ સિમ્બોલ તરીકે પણ કામ કર્યું. એક બે પિકચરો માં મોટા કલાકારો સાથે પણ ગ્લેમરસ લુક માં દેખાઈ .. પણ અચાનક નસીબ બદલાયું. કામ મળતું ઓછું થયું. તેની પછી આવેલી વધુ સુંદર અને નસીબની બળવાન અભિનેત્રીઓ તેની જગ્યા લઈ ગઈ. સમય જતાં સેક્સી વેબસિરિઝો નો રાફડો નીકળવા લાગ્યો..