અખો

  • 2.2k
  • 2
  • 750

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 30મહાનુભાવ:- અખોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપણું ગુજરાતી સાહિત્ય ખૂબ જ વિશાળ છે. અનેક કવિઓ અને લેખકો પોતાની સર્જનશક્તિ દ્વારા સમાજને પ્રેરણારૂપ રચનાઓ લખી ચૂક્યાં છે, અને લખી રહ્યાં છે. આમાંના કેટલાંક ખાસ સાહિત્યપ્રકારો તો સર્જનકર્તાનાં નામની સાથે અમર રીતે જોડાઈ ગયા છે. જેમ કે, નરસિંહ મહેતા અને પદ, પ્રેમાનંદ અને આખ્યાન, દયારામ અને ગરબી, ભોજા ભગત અને ચાબખા, અખો અને છપ્પા. આજે હું ચર્ચા કરવા જઈ રહી છું આવા જ એક સાહિત્યકાર અખા વિશે. 'છપ્પા' એ અખાની ઓળખ છે. સમાજમાં ફેલાયેલા વહેમ, અંધશ્રદ્ધા, દંભ, પાખંડ, ધતિંગ જેવા દુષણોથી કંટાળીને અખાએ રચેલ છપ્પા એ કટાક્ષ રચનાઓ છે. તોછડાઈભર્યાં