વી આર જસ્ટ ફ્રેન્ડ્સ

(13)
  • 2.5k
  • 1
  • 923

વાર્તા:- વી આર જસ્ટ ફ્રેન્ડ્સરચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની"સ્નેહ, આજે મને આવતાં મોડું થશે. કદાચ રાત્રે દસેક વાગી જાય. તુ અને બાળકો જમીને સુઈ જજો. મારે આજે ઑફિસમાં જ ડિનર લેવું પડશે. જર્મનીની એક કંપની સાથે આજે એક ડીલ ફાઈનલ કરવાની છે." એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા અમિતે બૂટ પહેરતાં પહેરતાં પોતાની પત્નીને આ સંદેશો આપ્યો. સ્નેહ એટલે સ્નેહલતા. અમિત અને સ્નેહલતાનાં લગ્ન એમનાં માતા પિતાની પસંદગીથી થયાં હતાં. એ બંનેને જોઈને બધાંને એમ જ લાગે કે એમણે પ્રેમલગ્ન જ કર્યાં હશે. બંને વચ્ચે ખૂબ સારો મનમેળ. અમિતનું માનીએ તો જ્યારથી એની પત્ની એનાં જીવનમાં આવી છે, એણે