ગુમરાહ - ભાગ 70

  • 1k
  • 1
  • 428

ગતાંકથી... પોલીસ ખાતા તરફથી અમને જણાવવાની ફરમાશ થઈ છે કે આ ટોળીમાં એકંદરે ત્રેવીસ માણસો હતાં .તે તમામને પકડવામાં આવ્યા છે. જેમાંથી મુખ્ય માણસ લાલચરણે પોતે પોતાના હાથે આપઘાત કર્યો છે. બદમાશોના કુટંબીઓ 'સૌભાગ્યવિલા' 'મલ્હાર વિલા' અને 'મંઝિલે બહાર'માં વસતાં હતાં.તેઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. એ ત્રણેય મકાનો વચ્ચે એક સળંગ ભોંયરું બદમાશોએ બનાવરાવ્યું હતું; જેમનો એક છેડો આકાશ ખુરાના ના ડ્રોઈંગ રૂમમાં હતો. એ ડ્રોઈંગરૂમની નીચેના ભોંયરાનું જોડાણ સર આકાશ ખુરાના ના મેદાનમાં આવેલા ભોંયરાની સાથે હતું. ચોગાનવાળા ભોંયરાની જમીનમાંથી એક ગજબ પ્રકારની છુપી સ્વીચ મારફત તેમાં જવાતું હતું .બદમાશોએ તેમાં પોતાની લૂંટના ઝવેરાતના પટારાઓ, રૂપિયા , આભુષણ ને