છપ્પર પગી - 57

  • 1.9k
  • 960

છપ્પર પગી ( ભાગ - ૫૭ ) ———————————જે દિવસની લક્ષ્મી અને પ્રવિણ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવતીકાલે હતો.મુંબઈથી નિકળી ગુજરાત પહોંચવાનું હોવાથી આજે બુધવારે બપોર પછીથી જ નિકળી જવાનું વિચાર્યું. પ્રવિણ, લક્ષ્મી, પલ, રાકેશભાઈ અને ડ્રાઈવર આ પાંચેય વ્યક્તિઓ એક કારમાં બેસીને જવા માટે નિકળી જાય છે. બીજી તરફ વકિલ શિવાંગભાઈ, આર્કિટેક્ટ મૌલિકભાઈ પણ પોતાની રીતે વહેલી સવારે પ્રવિણના વતનના ગામે પહોંચી જાય એ રીતે નિકળી રહ્યા છે. તેજલબેન અને હિતેનભાઈ પણ સીધા જ ટેક્ષી કરી પહોંચશે. લક્ષ્મી પોતાની કારની બેક સીટ પર ડાબી બાજુએ, જે હંમેશા એની પસંદની જગ્યા હતી તે તરફ બેસી કારના મોટા