નેહ નો મતલબ જ કયક એવો થાય છે જ્યાં નેહ નીતરતો હોય તે નેહ. લોકો એ નેહ નુ વર્ણન પોતપોતાના ની રીતે કર્યુ છે જે લોકો ને જે અનુભવ થયા એ રીતે લખ્યું છે હુ જે લખું છુ એ મારા અનુભવ પ્રમાણે મે જોયેલું અવલોકન કરેલું અને માલધારી પાસે થી જે સાંભળેલું એ વાત અહી રજૂ કરું છું મિત્રો નેહ નો ટૂંકો પરિચય આપુ તો આવા કળયુગ મા જ્યાં સતયુગ ના દર્શન થાય એ નેહ છે.. કોઈ અજાણ્યું નેહ મા આવે તો યુગ યુગ ના જાણીતા હોય એ રીતે આવકારો આપે છે દૂધ પાય ને પછી ઓળખાણ પૂછે એ નેહ