સમય કઠિન, બુરી શક્તિ ભ્રમિત

  • 2.2k
  • 830

સમય કઠિન, બુરી શક્તિ ભ્રમિત "ના, હું જાઉં છું ને, તું ક્યાંય નહિ જાય.." નીતિની આંખોમાં અલગ જ લાગણી જોઈ શકાતી હતી. "ના, હું જઈશ!" મેં એને કહ્યું. "ના, પાગલ! સમજ તું, ત્યાં ખતરો છે.." એ મને સમજાવી રહી. "હા, મને ખબર છે અને એટલે જ તો હું તને ત્યાં નહિ જવા દેવા માંગતો ને!" મેં પણ કહી જ દીધું. "ખોટી જીદ ના કર.." એને થોડું ગુસ્સામાં કહ્યું. "જો આપની પાસે એટલો બધો સમય પણ નહિ.. આજ રાત્રે બાર વાગી જશે તો આપને નેહાને હંમેશાં માટે ખોઈ દઈશું!" મેં એને સમજાવ્યું. "હા, ખબર છે, પણ હું જાઉં છું ને એને