ભૂતખાનું - ભાગ 16

  • 2.2k
  • 1.1k

( પ્રકરણ : ૧૬ ) જેકસનની આંખોની કીકીઓ અધ્ધર ચઢી ગઈ, અને તેનું શરીર એકદમથી અક્કડ થઈ ગયું, એટલે આરોન આગળ વધીને પોતાના હાથમાંનું સફેદ કપડું જેકસનના માથા પર ઓઢાડવા ગયો હતો, ત્યાં જ જાણે જેકસન કોઈ પૈડાંવાળી વસ્તુ પર બેઠો હોય અને એ વસ્તુ જેકસનને પાછળની તરફ સરકાવી ગઈ હોય એમ જેકસન એકદમથી જ પાછળની તરફ સરકી ગયો હતો અને તેની પીઠ દીવાલ સાથે ટકરાઈ હતી. અને બરાબર આ પળે જ રૂમની બધી જ લાઈટો બંધ થઈ ગઈ હતી. રૂમમાં આ રીતના એકદમથી અંધારું છવાઈ ગયું, એટલે સ્વીટીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ : ‘મમ્મી !’ ‘હું અહીં જ છું,