ભૂતખાનું - ભાગ 13

  • 2.5k
  • 1.3k

( પ્રકરણ : ૧૩ ) ડૉકટર આનંદની સૂચનાથી સ્વીટીને એમ. આર. આઈ. રૂમમાંથી સ્પેશિયલ રૂમમાં ખસેડી દેવામાં આવી હતી. અત્યારે સ્વીટી રૂમમાં પલંગ પર ઊંઘી રહી હતી. સ્વીટીની પલંગની બાજુમાં એની મમ્મી પામેલા ખુરશી પર બેઠી હતી અને સ્વીટીનો હાથ પોતાના હાથમાં લઈને, પલંગની કિનાર પર માથું ઢાળીને આંસુ સારી રહી હતી. જ્યારે સ્વીટીના પગ પાસે, ખુરશી પર એની મોટી બહેન મરીના બંધ આંખે બેઠી હતી. મરીનાની બંધ આંખો સામે, સ્વીટીનો એમ. આર. આઈ. નીકળી રહ્યો હતો ત્યારે સ્વીટીના શરીરમાં ઘુસેલી વ્યક્તિનો જે ભયાનક ચહેરો કૉમ્પ્યુટરના સ્ક્રીન પર દેખાયો હતો, એ ભયાનક ચહેરો તરવરી રહ્યો હતો. મરીનાએ જે થોડી-ઘણી ઇંગ્લિશ