ભૂતખાનું - ભાગ 11

  • 2.6k
  • 1
  • 1.4k

( પ્રકરણ : ૧૧ ) પામેલાએ સ્વીટીને રસોડામાં, સર્વિસ ટેબલ પાછળ જોઈ હતી, પણ પછી સ્વીટી પલકવારમાંજ ગાયબ થઈ ગઈ હતી, ને એ આખાય રસોડામાં કયાંય દેખાતી નહોતી, એટલે પામેલા મૂંઝાઈ ગઈ હતી-ગભરાઈ ઊઠી હતી. ‘સ્વીટી...!’ પામેલા અત્યારે ફરી એક ઝડપી નજર રસોડામાં ફેરવતાં બોલી : ‘તું કયાં છે,  સ્વીટી ?!’ પણ સ્વીટીનો અવાજ સંભળાયો નહિ કે, સ્વીટી દેખાઈ પણ નહિ ! પામેલાએ ફરી ટેબલ પાછળ જોયું. સ્વીટી નહોતી. ‘સ્વીટી આમ ટેબલ પાછળથી પલકવારમાં ગાયબ થઈ ગઈ હતી, એ કંઈ નાની-સૂની વાત નહોતી !’ પામેલાના મનનો ગભરાટ બેવડાયો. તે ટેબલ અને એની આસપાસની જગ્યા પર ગભરાટભરી નજર ફેરવતાં-પાછા પગલે પાછળ