( પ્રકરણ : ૭ ) ‘આ બારી તો બંધ હતી, પછી આટલો જોરદાર પવન કયાંથી આવી રહ્યો હતો ?!’ રાજિકા ટીચરના મનમાં સવાલ જાગવાની સાથે જ તે રૂમમાંથી બહાર નીકળી જવા માટે રૂમના દરવાજા તરફ ફરવા ગઈ હતી, પણ ફરી શકી નહોતી. તેના પગ જમીન સાથે ચોંટી ગયાં હતાં ને પગની નસો આપમેળે ફાટી રહી હતી ને એમાંથી લોહીની ધાર વહેવા લાગી હતી. આ જોઈને રાજિકા ટીચરની આંખો ભયથી ફાટી ગઈ હતી અને તેની ફાટેલી આંખોમાંથી પણ લોહીની ધાર વહેવા લાગી હતી. અત્યારે તેની સાથે આ જે કંઈ બની રહ્યું હતું એ સ્વીટીના લાકડાના બોકસને કારણે બની રહ્યું હતું એ