ભૂતખાનું - ભાગ 2

  • 2.9k
  • 2
  • 2k

( પ્રકરણ : ૨ ) ‘બૂરી આત્માને જગાડવી એ કંઈ સારી વાત નથી!!’ એવો અવાજ જે લાકડાના બોકસમાંથી ગાયત્રીદેવીને સંભળાયો હતો, ને ગાયત્રીદેવી એ બોકસને હથોડીથી તોડી નાંખવા ગઈ હતી, પણ અચાનક કોઈ અદૃશ્ય શક્તિએ એને પકડીને પટકી હતી-લોહીલુહાણ કરી નાંખી હતી, એ જ રહસ્યમય લાકડાનું બોકસ સોળ વરસની સ્વીટીને પસંદ પડયું હતું. સ્વીટીએ તેના ડેડી જેકસનને એ બોકસ ખરીદી લેવા જણાવ્યું હતું, ત્યાં જ સ્વીટીને બંગલાની કાચની બારીની અંદર ચહેરા પર પાટાપિંડી અને હાથ પર પ્લાસ્ટરવાળી ગાયત્રીદેવી દેખાઈ હતી. ગાયત્રીદેવીએ સ્વીટી તરફ કંઈક એવી રીતના જોયું હતું અને કાચની બારી પર એવી રીતના હાથ પછાડયો હતો કે, સ્વીટી ડરી-ગભરાઈ