ભૂતખાનું - ભાગ 1

(17)
  • 7.8k
  • 6
  • 3.7k

HN Golibar ( પ્રકરણ : ૧ ) બોત્તેર વરસની ગાયત્રીદેવીની ઝીણી આંખોમાં ભય ભરાયેલો હતો ! એ ભયભરી આંખે સામે-એનાથી ચારેક પગલાં દૂર પડેલા ઊંચા ટેબલ પરની એક વસ્તુ તરફ જોઈ રહી હતી ! -એ વસ્તુ ઝેરી સાપ કે, એવું કોઈ બીજું ભયાનક-ડરામણું જનાવર નહોતું ! -એ હતું એક બોકસ ! -હા ! એક બોકસ !! -એ બોકસ લાકડાનું હતું ! અઢી ફૂટ જેટલું લાંબું, બે ફૂટ જેટલું પહોળું અને દોઢ ફૂટ જેટલું ઊંચું ! બોકસ ખાસ્સું જૂનું-પુરાણું લાગતું હતું ! એની પર એક સીધી લાઈનમાં, જાણે કોઈ અજાણી ભાષા-લિપિ જેવું કંઈક કોતરાયેલું હતું ! બસ, આ સિવાય એવું બીજું