ફરેબ - ભાગ 12

(17)
  • 3.1k
  • 2
  • 1.8k

( પ્રકરણ : 12 ) સાંજના સવા છ વાગ્યા હતા. અભિનવ પોતાની ઑફિસમાં બેઠો હતો. તેની સામે તેના બિઝનેસ પાર્ટનર જયનીલ અને ઉદિત બેઠા હતા. જયનીલ અને ઉદિતના ચહેરા પર ચિંતાના વાદળાંઓ ઘેરાયેલાં હતાં. ‘અભિનવ !’ ઉદિત ધૂંધવાટભર્યા અવાજે બોલ્યો : ‘અમે તારી ગણતરી પર ભરોસો મૂકયો અને તને સાથ આપ્યો. અમને એમ કે આપણે માલામાલ થઈ જઈશું, પણ તારી ગણતરી તદ્દન ખોટી પડી અને આપણે રસ્તા પર આવી જઈએ એવી હાલત થઈ ગઈ.’ ‘તું ભૂલે છે, ઉદિત !’ જયનીલ રડું-રડું થતા અવાજે બોલ્યો : ‘આપણે રસ્તા પર જ નહિ, પણ જેલભેગા થઈ જઈએ એવી આપણી હાલત થઈ ગઈ છે.’