ફરેબ - ભાગ 10

(18)
  • 2.8k
  • 1.8k

( પ્રકરણ : 10 ) કશીશ ઘરમાં એકલી હતી, ત્યાં જ તેના કાને કોઈના પગલાંનો અવાજ સંભળાયો, એટલે ચોંકી ઊઠતાં તે સફાળી પલંગ પરથી ઊભી થઈ ગઈ. તેણે નજીકમાં જ ટિપૉય પર પડેલી ફ્રુટની પ્લેટમાંનું ચપ્પુ હાથમાં લઈ લીધું અને દરવાજા તરફ સરકી. તે દરવાજા પાસે પહોંચી, ત્યાં જ તેને લાગ્યું કે તેની સામે મહોરાવાળો માણસ આવ્યો અને તેણે એક ચીસ સાથે હાથમાનું ચપ્પુ અધ્ધર કર્યું, ત્યાં જ તેના કાને અવાજ સંભળાયો : ‘હું છું, કશીશ ! આ તું શું કરી રહી છે, કશીશ !’ અને આ સાંભળતાં જ કશીશ જાણે ભાનમાં આવી. તે ફાટેલી આંખે જોઈ રહી. તેની સામે