ફરેબ - ભાગ 9

(14)
  • 2.9k
  • 2
  • 1.9k

( પ્રકરણ : 9 ) સામે નિશાંતની નહિ, પણ કોઈ બીજા જ માણસની લાશ પડી હતી એ જોઈને ખળભળી ઊઠેલો અભિનવ એ માણસના ચહેરાને તાકી રહ્યો. તે એ માણસને જાણતો નહોતો-પિછાણતો નહોતો ! ‘તમે...,’ અત્યારે હવે અભિનવના કાને સબ ઈન્સ્પેકટર રાવતનો સવાલ અફળાયો : ‘...તમે આને ઓળખો છો ? !’ અભિનવે જવાબ આપ્યો : ‘...નહિ તો !’ ‘તો પછી તમે આને જોઈને ચોંકી ગયા હો એવું કેમ લાગ્યું ?’ ‘મને તો નથી લાગ્યું કે, હું ચોંકયો હોંઉ.’ અભિનવ બોલ્યો : ‘હા, આણે મારી પત્ની પર હુમલો કર્યો હતો એ બદલ મારા મનમાં ગુસ્સો જરૂર જાગ્યો.’ ‘હં !’ કહેતાં રાવતે લાશ