ફરેબ - ભાગ 8

(16)
  • 2.9k
  • 1
  • 1.9k

( પ્રકરણ : 8 ) સામેથી-કલબમાંથી અભિનવે કશીશને જોડેલા ફોન પર, ‘હૅલ્લો ! કોણ છે ? હૅલ્લો !’ કરી રહેલી કશીશને કોઈ તેની પાછળ આવતું હોવાનો અણસાર આવ્યો અને તે ચોંકીને પાછળ ફરવા ગઈ, ત્યાં જ મહોરાવાળો માણસ તેની પર ત્રાટકયો. મહોરાવાળા માણસે પોતાના ડાબા હાથે કશીશને કમર પાસેથી પકડી લીધી ને જોરથી પ્લટફોર્મ તરફ ધકેલી. કશીશના હાથમાંથી ફોનનું રિસીવર છટકી જવાની સાથે જ તે ચીસ પાડતી પ્લેટફોર્મ પર પડેલી ગેસની સગડી પર પડી. તે મહોરાવાળા માણસ તરફ ફરીને જોવા ગઈ પણ એ પહેલાં જ પાછળથી મહોરાવાળા માણસે તેના લાંબા વાળ પકડીને જોરથી ખેંચ્યા અને પછી તેને એક આંચકા સાથે