ફરેબ - ભાગ 4

(18)
  • 3.1k
  • 2.2k

( પ્રકરણ : 4 ) ‘બચા..વ...!’ની ચીસ પાડતાં કશીશ રેઈનકોટવાળા માણસના હાથમાંથી છુટવા-છટકવા ગઈ, પણ ત્યાં જ રેઈનકોટવાળા માણસે પોતાના હાથમાંનું ખંજર પૂરા જોર અને જોશ સાથે કશીશના પેટમાં ખોંપી દીધું, -ખચ !!! -અને કશીશે એક પીડાભરી ચીસ પાડી, અને..., અને એ સાથે જ કશીશની આંખો ખૂલી ગઈ અને તે પલંગ પર સફાળી બેઠી થઈ ગઈ. તેણે પોતાના પેટ તરફ અને પછી રૂમમાં ચારે બાજુ જોયું. તેને ખંજર વાગ્યું નહોતું. રૂમમાં કોઈ રેઈનકોટવાળો માણસ પણ નહોતો. તેણે એક નિશ્વાસ નાંખ્યો. રેઈનકોટવાળા માણસના રૂપમાં આવીને અભિનવે તેનું ખૂન કર્યું હતું, એવું તેને સપનું આવ્યું હતું. તેણે સામેની કાચની બંધ બારી બહાર