લેખ:- વાર્તા અને તેનું જીવનમાં સ્થાનલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીવાર્તા રે વાર્તાભાભૉ ઢોર ચારતા,ચપટી બોર લાવતાછોકરાં સમજાવતા.એક છોકરો રીસાણોકોઠી પાછળ સંતાણો.કોઠી પડી આડી છોકરાએચીસ પાડી"અરરર માડી....."તમને ખબર છે આ પંક્તિઓ? હું નાની હતી ત્યારે ઘણી વાર સાંભળી હતી. આજકાલ તો અંગ્રેજી rhymes આગળ આ ગુજરાતી ગીતો લગભગ વિસરાઈ ગયા છે. આવા ગીતો જ નહીં, હવે તો ધીમે ધીમે વાર્તાઓ પણ વિસરાવા માંડી છે. બાળવાર્તા તો ઠીક, મોટેરાઓ માટેની વાર્તાઓ પણ લગભગ લુપ્ત થવાને આરે છે. નાનું બાળ હોય કે વૃદ્ધ વ્યક્તિ, વાર્તા સાંભળીને માત્ર તેનું મન જ પ્રસન્ન નથી થતું, એને કંઈક નવું જાણવા પણ મળે છે.ઉપરાંત, વાર્તાઓ તો આપણી