ગુમરાહ - ભાગ 66

  • 2.1k
  • 2
  • 1k

ગતાંકથી.... પોલીસ સર્જન ડોક્ટર ડેવિડ ડ્રોઈંગ રૂમમાં આવ્યા ત્યાં ઇન્સ્પેક્ટર તેને પૃથ્વીના રૂમમાં લઈ ગયો. શાલીનીએ પોતાની નજદીક ઊભેલા એક સિપાઈને પૂછીને પૃથ્વીને લગતી હકીકત જાણી લીધી. તેનાથી તે પોતાની બીમાર હાલતમાં પણ રોકાઈ રહેવાયું નહિ .તે દોડીને પૃથ્વી વાળા રૂમ તરફ ગઈ. "પૃથ્વીનું શું થયું ? ગંભીર કેસ છે? સિરિયસ છે એવી ડોક્ટરે ખબર આપેલી છે તે શું સાચી છે? જો એને કંઈ પણ થયું તો એ બદમાશને હું જીવતો નહિ છોડું "સ્વગત બબડતા તે રૂમમાં દોડી ગઈ. હવે આગળ...... તે દિવસ સાંજે છ વાગ્યે ઇન્સ્પેક્ટર ખાન પોલીસ સ્ટેશન બહારે પોલીસ ટુકડી તૈયાર કરીને કોઈની રાહ જોતો ઉભો હતો,