ગુમરાહ - ભાગ 64

  • 1.9k
  • 1
  • 950

ગતાંકથી... "ચૂપ"નાકે આંગળી અડકાડી ઇન્સ્પેક્ટરે કહ્યું : "એક પણ શબ્દ ઉચ્ચારશો નહિ, નામદાર ! તમે જાણ્યું કે હું કોણ છું. તમે કોઈને બદલે કોઈની આગળ જે ભાંગરો વાટયો તે સાંભળ્યા પછી અમારી ગવર્મેન્ટ ના નામથી હું તમને આદેશ આપું છું કે હું તમારી જે મદદ માગું તે તમારે આપવી. જો તેમાં આનાકાની કરશો, તો તમારું અહીંથી જવું ભારે થઈ પડશે એમ સમજજો." હવે આગળ..... કિંગ્સ ઓફ અફઘાને હતાશ થઈને આરામ ખુરશીમાં પડતું મુક્યું. તેઓ લાચાર બની ગયા, એમ પૃથ્વીએ ચોખ્ખું જોયું. ખાન સાહેબ! ખાન સાહેબ! પૃથ્વીએ મનમાં જ કહ્યું : "આખરે તારી જાત માટે મારા દિલમાં તે મોટું માન ઉપજાવ્યું