સફર - 10

  • 2k
  • 938

રડીને મન સાવ શાંત થઈ ગયું.કાઉચ પર બેઠાં બેઠાં જ અમોઘા ઉંઘમાં સરી ગઈ." ઉંઘમાં પણ એનાં તંગ કપાળ ને જોઈને એનાં તાણનો અંદાજ આવતો હતો."એની અધખુલ્લી આંખોમાંથી એની કીકીઓ ફરતી હતી. જ્યારે એ સુતી હતી ત્યારે, સાનિધ્ય મલ્ટિપલ સ્ક્લેરોસીસનાં રેર કેસીસ હીલીંગ અલ્ટરનેટ થેરાપી વિશે સર્ચ કરતો હતો. ન્યુરોનસ્ટીમ્યુલેશન થઈ એકાદ કેસમાં અવાજ પાછો આવે એવું વાંચી ને એનાથી જોરથી બોલાઈ ગયું "યસ"..અમોઘા ઝબકીને જાગી ગઈ. સાનિધ્યએ એનો હાથ સહલાવ્યો અને પોતે બનાવડાવેલું ઘરચોળું એની સામે ધર્યું.આપણાં લગ્નનું પહેલું સુકન ઘરચોળું.મમ્મી તો નથી એટલે મે એમનાં તરફથી બનાવડાવ્યું.અમોઘા એનો પાલવ અને એમ્બ્રોડરી જોઈ દંગ રહી ગઈ. એનાં ચહેરા પરનો