ભાવેણા ના પ્રજા વત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ - ભાગ 3

  • 2.7k
  • 1.1k

ભાવનગર રાજ્યના ૯મા મહારાજા તરીકે ૩૪ વર્ષ સુધી શાસન કરનાર નેક નામદાર મહારાજા રાઓલ કૃષ્ણકુમારસિંહજીની આગામી ૧૯મી મેના રોજ રવિવારના સંયોગ સાથે ૧૦૮મી જન્મજયંતી છે. આમ તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીના શિરે પિતા મહારાજા ભાવસિંહજી (બીજા)ના દેહવિલય બાદ માત્ર ૭ વર્ષની બાળ ઉંમરે જ રાજ્યની જવાબદારી આવી ગઈ હતી. પરંતુ પુખ્યવયના થતાં તેઓએ ૧૯૩૧માં રાજ્યની ગાદી સંભાળી હતી. પ્રજાનું હરહંમેશ કલ્યાણના ભાવ સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દાદા અને પિતાનો વારસો જાળવી રાખી અનેક કલ્યાણકારી કાર્યો છે, જેની આજે પણ ગોહિલવાડની ખમીરવંતી ધરા પુરાવા આપે છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ ૧૯મી મે ૧૯૯૨ના રોજ થયો હતો. મહારાણી સાહેબા નંદકુંવરબાના કુખે જન્મેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને રાજ્યની પ્રજાના સુખાકારી