સફર - 7

  • 1.7k
  • 926

સાનિધ્યની આંખનાં ખુણે સહેજ ભીનાં થયાં. ..સાકરમાની વાત જેમ જેમ સાંભળતો એમ આ સ્ત્રીનાં ત્યાગ , બલિદાન સાહસ પીડા એવા અલગ અલગ ભાવો એ અનુભવતો હતો.તોય એ કહેતી વખતે મા તો જાણે સાપેક્ષ ભાવે કોઈ બીજાની વાત કહેતાં હોય એવી રીતે કહેતાં હતાં.એમની સ્થિતપ્રગ્નતા જોઈ એને માન ઉપજ્યું. વહી ગયેલાં વર્ષો કે ભોગવેલી પીડાનું દર્દ કે અફસોસ કંઈ નહીં.એ વાત કરતાં હતાં ત્યારે એમની આંખ મીચેલી હતી, અમોઘા ક્યારની એમની વાત સાંભળતી હતી ચૂપચાપ..એમને હાથ લંબાવીને એને બોલાવી" અહીંયા આવ છોડી..મારી પાસે બહું વખત નથી..મારી ઈચ્છા છે હું છેલ્લીવાર માસ્તરાણીને મળી લઉં ને મારી રાખ છેને તું મારાં ખેતર બચ્યાં