વિષ રમત - 17

  • 2.5k
  • 1.6k

અનિકેત થી છુટા પડી ને વિશાખા યંત્રવત ગાડી ચલાવી ને ક્યારે પોતા ના જુહુ વાળા બંગલે પહોંચી એનું ભાન જ ના રહ્યું .. વિશાખા એ ગાડી પાર્ક કરી અને નીચે ઉતરી ત્યારે તેને જોયું કે અંશુ ની ગાડી પડી છે પછી બાંગ્લા પર નજર ગઈ ..ડ્રોઈંગ રૂમ ની લાઈટ ચાલુ હતી .. તે સમજી ગઈ કે અંશુ આવ્યો છે વિશાખા ના શરીર કરતા મગજ બહુ થાક્યું હતું તેને એક બ્રેક ની જરૂર હતી પણ પરિસ્થિતિ બ્રેક લેવા જેવી ન હતી .. તે ધીમે ધીમે પગથિયાં ચડી ને પોર્ચ માં આવી .. મૈન ડોર ખુલ્લો જ હતો .. તે અંદર આવી