નરક

  • 3k
  • 1.1k

'જુઓ રવજીભાઈ, મારો દીકરો અને તમારી દીકરી એકબીજાને પ્રેમ કરે છે. તમે આ લગ્ન માટે રાજી નહીં થાવ તો ક્યાંક બંને ઊંધુ પગલું ના ભરી બેશે. અને જો એવુ બને તો આપડે જ એ બન્નેનાં ગુનેગાર કહેવાઈશું. આપડા સંતાનોની ખુશીમાં જ આપડી ખુશી હોવી જોઈએ. વળી આપડી જ્ઞાતિ પણ એક છે. એટલે સમાજ શું કહેશે એની કોઈ ચિંતા નથી. મેં કીધું એ વાત પર થોડો વિચાર કરજો.' રામજીભાઈ અને સંધ્યાબેને રવજીભાઈનાં ઘરે જઈને વાત કરી. રવજીભાઈ અને રામજીભાઈની દુકાન અમદાવાદ શહેરમાં બાજુબાજુમાં જ આવેલી હતી. વળી બન્ને એક જ જ્ઞાતિનાં. બંને વચ્ચે પારિવારિક સંબંધ. બંને પરિવારો આર્થિક રીતે સુખી હતા.