સંભાવના - ભાગ 14

  • 2.9k
  • 1.5k

આટલી સુંદર છોકરી..... કેટલો માસુમ ચહેરો છે આનો.... પણ આવી હાલતમાં.... કેવી રીતે??"- યશવર્ધનભાઈના મનમાં આવ્યું તે છોકરી નજરો ઝુકાવીને ત્યાં ઉભી હતી. તેના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. "અરે તમે બેસો અને આમ ડરશો નહીં... અહીં આ ગામમાં હું ઇન્સ્પેક્ટર છું... તમારે હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી...."- યશવર્ધનભાઈએ કહ્યું જવાબમાં તે છોકરી એ માત્ર માથું જ હલાવ્યું. એટલામાં ફોઈ ત્યાં આવ્યા. "શું કહે છે દીકરા આ બેન? કેવી રીતે આવી હાલતમાં? કંઈ જાણ્યું?"- ફોઈએ પૂછ્યું "ના ફોઈ. એના વિશે કંઈ વાત નથી થઈ તમે બેસો અને તમે એમની સાથે વાત કરો કદાચ તમને કહેવામાં સંકોચ નો અનુભવ