પ્રકરણ ૧૮આ તરફ કવિતા ફફડવા લાગી એને થયું એ બદનામ થઈ જશે. પરમની ઈજ્જત, મા-બાપનું નામ, સંસ્કાર બધું.. ખતરામાં..! ઓ ભગવાન! મેં આ બધું પહેલાં કેમ નહિ વિચાર્યું? મારી ફૂલ જેવી દીકરીના ભવિષ્ય જોડે પણ રમત કરી નાંખી, ફક્ત અને ફક્ત મારાં સ્વાર્થ માટે? અજાણ્યાં છોકરાની જિંદગી બગાડી જસ્ટ મારી લાઈફની કિક માટે? મને જોઈતી થ્રિલ માટે? પરમનો, એનાં પ્રેમનો એનાં વિશ્વાસનો તસુભાર પણ વિચાર ન કર્યો? આઈ હેટ માયસેલ્ફ…આઈ રિઅલી હેટ.. છેલ્લું વાક્ય એનાથી મોટા અવાજે બોલાઈ ગયું. મીનાબેન દોડતાં આવ્યાં, "શું થયું કવિ?" એટલે એણે હાથનાં ઇશારે એમને પાસે બોલાવ્યાં અને વળગી પડી, છાતીએ માથું મૂકી મોટે અવાજે