નિયતિ...

  • 1.6k
  • 660

નિયતિ...      મુંબઈ ની સાંજ /  ટ્રાફિક ની ભરમાર  ...    સવારી માટે ઉભેલા કબીર ની ટેક્ષીના પાછલા દરવાજાને ખોલતી એક સુંદર છોકરીએ દાખલ થતા જ કહ્યું - "ચલો,.."   "જી મેડમ,.. " કબીરે ચાવી નાખી ગાડી સ્ટાર્ટ કરતા ફરી પૂછ્યું, "કહાં જાના હૈ મૅડમ,. ?"   "ગુલમોહોર સોસાયટી,.."   "ઓકે,.."    સતત પાંચ મિનિટ રોડ ઉપર ચાલતી ગાડીમાંથી કબીર સેન્ટર મિરરમાંથી જોઈ રહ્યો હતો, એ છોકરી સતત રડી રહી હતી,..  કબીર ને નવાઈ લગતી હતી કે કોઈ અવાજ કર્યા વિના પણ કેમનું રડી શકે ? એને એની નાની બહેન યાદ આવી ગઈ. જયારે જયારે એ રડતી મોટો ભેંકડો તાણતી..   બહેન ની યાદ આવતા જ એનાથી સ્માઈલ થઇ ગઈ અને બીજીજ મિનિટે એ સ્માઈલ ગાયબ થઇ ગઈ. એના વિચારો પાછા આ રડતી છોકરી ઉપર આવી ગયા. એણે ફરીથી મિરર માં જોયું, એ હજીયે રડી રહી હતી.