અગ્નિસંસ્કાર - 16

  • 2k
  • 1.4k

દારૂના ધંધાને આગળ વધારવામાં આ દસ યુવાનોનો મોટા પ્રમાણમાં ફાળો હતો. આગળના એક મહિના દરમ્યાન દારૂનો ધંધો તેજ ગતિએ આગળ વધ્યો. પોલીસેથી છૂપાવીને દારૂની બોટલોને એક ગામથી બીજે ગામ આરામથી લઈ જવાતો હતો. થોડીઘણી મુશ્કેલી જ્યાં રસ્તે મળતી ત્યાં શિવા પોતાની યુક્તિ વિચારીને હલ નિકાળી લેતો.શિવાભાઈના કામથી બલરાજ ખૂબ પ્રભાવિત થયો અને એક દિવસ બોલ્યો. " વાહ શિવા વાહ...તારું કામ વખાણવા લાયક છે..પોલીસને બેવકૂફ બનાવીને જે રીતે તું માલની હેરફેર કરે છે ને, મને તો લાગે છે તારું સ્થાન મારી જગ્યાએ હોવું જોઈએ હે ને..." બલરાજ હસવા લાગ્યો અને બાદમાં એક થેલીમાં પૈસાની રકમ એમને આપી. " આ લે...આ તારી