છપ્પર પગી - 51

  • 1.6k
  • 918

છપ્પર પગી ( પ્રકરણ ૫૧ ) ——————————સ્વામીજીએ એક સ્મિત ભરી નજરે વિશ્વાસરાવજી સામે જોયું અને તરત કહ્યુ, ‘તમારામાં નામ પ્રમાણે ગુણ તો ચોક્કસ છે જ હો..! ચાલો તમને વિશ્વાસ છે એટલે સંપન્ન થઈ જશે… બાકી આપણે બધા તો નિમિત્ત માત્ર છીએ.ઈશ્વરની ઈચ્છા હશે એ રીતે બધું જ સરસ પાર પડશે. આપણા માટે સૌથી સદ્દભાગ્યની વાત એ છે કે ચાર વિદ્વાન ડોક્ટર્સનુ સમર્પણ સતત રહેશે.’સ્વામીજી હવે પોતાના નિત્ય કાર્યમાં વ્યસ્ત થઈ જાય છે. વિશ્વાસરાવજી હોસ્પીટલની લીગલ પરમીશન અંગે પેપર્સ વિગેરે ચર્ચા કરવા ફોન પર પ્રવૃત થઈ જાય છે. બન્ને ડોકટર્સ કપલ એક રૂમમાં બેસી અમેરિકા પરત જઈને સ્ટેપ વાઈઝ પ્લાન અંગે