અગ્નિસંસ્કાર - 12

(11)
  • 3.6k
  • 2.8k

" ક્યાં રહી ગયા હશે, અત્યારે તો આવી જવા જોઈએ..." રાહ જોઈને બેઠી લક્ષ્મી એ દરવાજા તરફ જોઈને કહ્યું. ત્યાં જ જીતેન્દ્ર એ દરવાજો ઠપકાર્યો. લક્ષ્મી એ દોડીને દરવાજો ખોલ્યો. પોતાના પતિને સહી સલામત જોઈને જ લક્ષ્મી ભાવવિભોર થઈ ગઈ. " અરે તું રડે છે કેમ?" જીતેન્દ્ર એ કહ્યું." આ તો ખુશીના આંસુ છે... ભગવાનને મારી એક જ પ્રાથના હતી કે તમે સહી સલામત ઘરે પહોંચી જાવ.." " મને શું થવાનું હતું...અને અંશ ક્યાં છે?" બેગને પલંગ પર મૂકતા કહ્યું. " એ તો નિશાળે ગયો છે..." જિતેન્દ્રની તબિયત ઠીક નહોતી. ઉધરસ અને તાવના લીધે એનું આખુ શરીર કંપી રહ્યું હતું.