ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 38 - છેલ્લો ભાગ

  • 1.6k
  • 2
  • 692

૩૮ ગુજરાતનો વિજયધ્વજ! કુમારપાલ મહારાજ વિજય કરીને આવી રહ્યા છે એ સાંભળતાં પટ્ટણીઓનો ગર્વ ક્યાંય માતો ન હતો.  થોડા વખત પહેલાં તો પાટણને કોણ-કોણ પીંખવા દોડશે, ગુજરાતને છિન્નભિન્ન કરવાના કામમાં કયા-કયા શ્રીમંત રાજકર્મચારીઓ હાથા બનશે, કયા સામંતો દોડતા આવશે, કોણ રાજગાદી મેળવી જશે, કોણ જીવશે ને કોણ મરશે – એવી અનેક શંકા, આશંકા, કુશંકાથી પાટણનું વાતાવરણ ભર્યુંભર્યું હતું. એ તમામ શંકાઓ આજે શનિ ગઈ હતી. પાટણ નગરીએ ફરીને મહારાજ સિદ્ધરાજના ગૌરવને સજીવન થતું જોયું. મહારાજ કુમારપાલે પાટણમા પગ મૂક્યો અને આંતરિક કલહને જડમૂળથી ઉખેડી નાખ્યો. લોકોએ ફરીને ગુજરાતનો અભ્યુદય ચાલુ રહેલો દીઠો, એટલે એમના આનંદની કોઈ સીમા ન રહી. રાજસાશનને