સંભાવના - ભાગ 13

  • 2.9k
  • 1.4k

ધોધમાર વરસાદ આજે તેનું અતિ રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો હતો. આટલી રાત્રે દરવાજે વાગેલા ટકોરા સાંભળીને બંને ભાઈ વિચારમાં પડી જાય છે. યશવર્ધનભાઈ નીચે ઉતરીને જેવો દરવાજો ખોલ્યો કે તેમની સામે હતા.... ફોઈ.... તમે અહીંયા? ફોઈ,તેમના દીકરો શ્યામ અને દીકરી શારદા ત્રણેય યશવર્ધનભાઈ ના દરવાજા પર ઉભા હતા. શરમ ના મારે ફોઈ આંખો નીચે કરીને ઉભેલા હતા. બધા વરસાદમાં પૂરેપૂરા પલળી ગયા હતા અને તેમના હાથમાં હતો ઘણો બધો સામાન. તેમના મૂરઝાઈ ગયેલા ચહેરા પરથી જાણ થઈ આવતી હતી કે તેમણે કેટલાય દિવસથી કઈ જમ્યું નથી.ફોઈ આવોને અંદ