અગ્નિસંસ્કાર - 9

(12)
  • 3.5k
  • 2.6k

રાણીપુર ગામ નદીના કાંઠે વસેલું એક નાનુકડું ગામ હતું. એ ગામમાં થોડાઘણા જમીનદાર હતા અને બાકી બધા મજદૂરી કરીને પોતાનું ઘર ચલાવતા હતા. આ નાનકડા ગામમાં નદીના કાંઠે એક પરિવાર ઝૂંપડી બાંધીને વસવાટ કરતું હતું. રાતના સમયે રાહ જોતી રસીલાબેને ફરી ઘડિયાળમાં નજર મારી. " રાતના બાર થવા આવ્યાને એ હજુ નહિ આવ્યા..ક્યાં રહી ગયા હશે?" નદીનું પાણી ધીમે ધીમે ઉપર ચડતું ઝૂંપડીમાં પ્રવેશી રહ્યું હતું. જેના લીધે રસીલાબેનને વધુને વધુ ચિંતા થવા લાગી હતી. ત્યાં જ નદીએથી પોતાના પતિ શિવાભાઈને આવતા જોયા તો રસીલાબેનનો ચહેરો ફૂલની જેમ ખીલ્લી ઉઠ્યો. પરંતુ જ્યારે એમની નજર શિવાભાઈના હાથમાં રહેલા નાના અમથા બાળક